અંડમાન અને નિકોબાર પોલીસે ગેરકાયદેસર રીતે ભારતીય સરહદમાં ઘુસવાની કોશિશ કરી રહેલાં 150 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.
નિકોબાર જિલ્લા પોલીસનાં અધિક્ષક એ કે સિંહે જણાવ્યું હતું કે 100 બાંગ્લાદેશી તિલાંગચાંગ ટાપુ પરથી પકડાયા હતા. આ લોકોની હોડી ઉલટી થઈ જતાં તેઓ મુસીબતમાં આવી ગયા હતા. જેમાંથી ચારની હાલત ઠીક નથી. અને એક વ્યક્તિને સાપે દંખ માર્યો છે. જેની સારવાર ચાલી રહી છે.
અંડમાન નિકોબાર કમાન્ડનાં જનસંપર્ક અધિકારી અભિનવ બર્વેએ જણાવ્યું હતું કે આ લોકોએ તાપણાં માટે આગ લગાવતાં સુરક્ષા દળોની નજરમાં આવ્યા હતા.
|