પશ્ચિમ ત્રિપુરામાં છેલ્લાં 24 કલાક દરમિયાન નેશનલ લિબ્રરેશન ફ્રંટ ઓફ ત્રિપુરા(એનએલએફટી) અને ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ(એટીટીએફ)નાં 34 કુખ્યાત ઉગ્રવાદીઓએ અસમ રાઈફલ્સ અને રાજ્ય પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યુ છે.
પોલીસનાં જણાવ્યા મુજબ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર દ્વારા ભારતીય ઉગ્રવાદીઓ વિરૂધ્ધ ચલાવવામાં આવેલા અભિયાનો બાદ બધા ઉગ્રવાદીઓ બાંગ્લાદેશની શિબિરોમાંથી ભાગી ગયા છે. એનએલએફટીનાં બધા 28 ઉગ્રવાદીઓ પશ્ચિમ ત્રિપુરાનાં હરાંગખળ પારા કેમ્પમાં અસમ રાઈફલ્સ સમક્ષ સમર્પણ કર્યુ હતું.
પોલીસનાં જણાવ્યા મુજબ આત્મસમર્પણ બાદ ઉગ્રવાદીઓએ બે ચીની ગ્રેનેડ, 7.6 એસએલઆર રાયફલ, મેગેઝીન, .303 રાયફલ, મેગેઝીન, .022 રાયફલ અને દારૂગોળા તેમજ કેટલાંક આપત્તિજનક દસ્તાવેજ જમા કરાવ્યા હતા. એટીટીએફનાં બે ઉગ્રવાદીઓએ પણ શનિવારે આત્મસમર્પણ કર્યું હતું.
છેલ્લાં એક સપ્તાહમાં એટીટીએફનાં બે કુખ્યાત ઉગ્રવાદી સહિત 70 થી વધુ ઉગ્રવાદીઓ આત્મસમર્પણ કરી ચુક્યા છે. આ ઉગ્રવાદીઓ બાંગ્લાદેશનાં કેમ્પમાં ખાવાનાં સામાનની ઉણપ તેમજ નાણાનો અભાવ હોવાથી આતંકવાદીઓ મુખ્યધારામાં પાછા આવી રહ્યાં છે.
|