મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > આતંક વિરૂધ્ધ નિર્ણાયક યુદ્ધ કરો-પાટીલ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આતંક વિરૂધ્ધ નિર્ણાયક યુદ્ધ કરો-પાટીલ
રાષ્ટ્રપતિએ રાષ્ટ્રને આપેલો સંદેશ
વાર્તા

ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટીલે દેશનાં નામ આપેલા સંદેશામાં જણાવ્યું હતું કે આતંકવાદ સામેની લડાઈમાં નિર્ણાયક યુદ્ધ લડવાનો સમય આવી ગયો છે. વિશ્વની શાંતિ અને સ્થિરતા માટે આતંકવાદને ખતમ કરવું જરૂરી છે.

પાટીલે જણાવ્યું હતું કે ભારત એક નવી મહાશક્તિ બનવા તરફ જઈ રહ્યું છે. ત્યારે આતંકવાદ નામનો રાક્ષસ દેશને અસ્થિર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જેનો મજબૂતિથી સામનો કરવામાં આવશે. તેમણે ધર્મ અને જાતિવાદનાં ભેદભાવો ભુલી જઈને ભારતીય તરીકે કામ કરવા દેશવાસીઓને અપીલ કરી હતી.

રાષ્ટ્રપતિએ દેશની આર્થિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમાં કોર્પોરેટ જગતમાં થઈ રહેલાં કૌભાંડને ધ્યાનમાં ચિંતા દર્શાવી હતી. તેમજ બેન્કીંગ અને કોર્પોરેટ સેક્ટરને જનતાનો વિશ્વાસ ફરીથી જીતવા હાકલ કરી હતી.

આ સાથે તેમણે દેશનાં યુવાનો ભવિષ્યનાં નિર્માણકર્તાઓ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દેશનાં સારા ભવિષ્યનાં નિર્માણ માટે યુવાઓને આગળ આવવું જોઈએ. તેમણે એક સફળ અને મજબૂત રાષ્ટ્રનાં નિર્માણમાં પોતાની ભૂમિકા અદા કરવા તૈયાર રહેવા અપીલ કરી હતી.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ઘુસણખોરીની કોશિશ વિફળ પ્રયાસ
તાજની સુરક્ષા વધારાઈ
13 પોલીસ જવાનોને સન્માનિત કર્યા
અભય છાજલાની અને આલોક મહેતાને પદ્મશ્રી
રાષ્ટ્રીય પુરસ્કારની ઘોષણા
ઉ.પ્ર.માં રેલ અકસ્માતઃ 9નાં મોત