શહેરમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવતો પકડાયેલ એકમાત્ર આતંકવાદી કસાબનાં પોલીસ રીમાન્ડ 13 ફેબ્રુઆરી સુધી વધારી દેવામાં આવ્યા છે.
મુંબઈ પોલીસે કસાબની 12 કેસમાં ધરપકડ કરી છે. જ્યારે અન્ય પાંચ કેસમાં તે જયુડીશીયલ કસ્ટડી આપવામાં આવી છે. કસાબની પોલીસ કસ્ટડી સોમવારે પૂર્ણ થઈ ગઈ હતી. તેથી કોર્ટે ગુજરાતની બોટનાં કેપ્ટનની હત્યાનાં કેસમાં તેનાં રીમાન્ડ 13 ફેબ્રુઆરી સુધી વધારી દીધા છે.
કસાબની 26 નવેમ્બરનાં રોજ ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે પણ સુરક્ષા કારણોથી કસાબને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો નહતો. તેણે હાલ અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યો છે.
|