14 રાજ્યોમાં જુલાઈ 2006થી અત્યાર સુધીમાં એક કરોડથી વધુ નકલી રેશનીંગ કાર્ડ રદ્દ કરવામાં આવ્યા છે.
આ અંગે મંત્રી અખિલેશ પ્રસાદ સિંહે જણાવ્યું હતું કે જુલાઈ 2006 થી 30 જાન્યુઆરી સુધીમાં 14 રાજ્યોમાં એક કરોડ 48 હજાર નકલી રેશનીંગ કાર્ડ રદ્દ કરવામાં આવ્યા છે.
સૌથી વધુ રેશનીંગ કાર્ડ 29.45 લાખ મહારાષ્ટ્રમાં રદ્દ કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં 24.97 લાખ, દિલ્હીમાં 16 લાખ, આંધ્રપ્રદેશમાં 10 લાખ અને પશ્ચિમ બંગાળમાં પાંચ લાખ રેશનીંગ કાર્ડ રદ્દ કરવામાં આવ્યા છે.
|