ફિલ્મી દુનિયા માટેનો મહાનતમ એવોર્ડ ગણાતાં ઓસ્કરમાં 22 ફેબ્રુઆરીને સોમવારનો દિવસ સોનેરી બની રહેશે. એક જ ફિલ્મ માટે આઠ એવોર્ડ મળ્યા. જેમાં ત્રણ ભારતીયો ઓસ્કર એવોર્ડ મળ્યો છે. જે અત્યાર સુધીમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
એ આર રહેમાને બે અને રસુલ પોકુટ્ટીએ ઓસ્કર એવોર્ડ હાંસલ કરીને ભારતીય ફિલ્મ જગતને વિશ્વનાં ફલકની ટોચ પર પહોચાડી દીધું છે. તો ઓસ્કર અને ભારતનાં ઈતિહાસ પર એક નજર નાંખીએ....
1977થી શરૂ કરીને અત્યાર સુધી દરેક વર્ષે ભારતે ઓસ્કરમાં ફિલ્મ મોકલી છે. ફક્ત 2003માં કોઈ ફિલ્મ મોકલવામાં આવી ન હતી. જેમાં ત્રણ ફિલ્મો ઓસ્કર મેળવતાં સહેજ માટે રહી ગઈ હતી. 1957માં મહેબુબ ખાન નિર્મિત મધર ઈન્ડીયા, 1988માં મીરા નાયરની સલામ બોમ્બે અને 2001માં આશુતોષ ગોવારીકરની લગાન થોડાક માટે ઓસ્કર મેળવતા રહી ગઈ હતી.
તો 1999માં શેખર કપૂર નિર્મિત એલિઝાબેથ બ્રિટન તરફથી અને 2006માં દીપા મહેતા નિર્મિત વોટર કેનેડા તરફથી ઓસ્કરમાં મોકલવામાં આવી હતી.
જ્યારે સન્માન મેળવવાનો વારો ફક્ત બે વાર મળ્યો છે. જેમાં 1982માં રીચર્ડ એડનબરોની ફિલ્મ ગાંધીને કોસ્યુમ ડિઝાઈનીંગ માટે ભારતીય ડિઝાઈનર ભાનુ આથૈયા ને બ્રિટીશ સહયોગી જોન મોલો સાથે સંયુક્ત એવોર્ડ મળ્યો હતો. તો 1992માં સત્યજીત રેને વિશ્વ સિનેમામાં વિશિષ્ટ યોગદાન બદલ વિશેષ માનદ ઓસ્કરથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
|