| | ઓસ્કાર કિંમતી ઝવેરાત સમાન છે અને હું 100 કરોડ ભારતીયો સાથે રહેમાનની ખુશીમાં સામેલ છું |
| |
અન્નાદ્રમુકના વડા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાએ સંગીત અને સાઉન્ડ મિકસીંગમાં ઓસ્કાર જીતવા બદલ રહેમાન અને રેસુલ પુકુટીને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે, આ બંને યુવાનો માટે રોલ મોડલ બની ગયા છે. એકેડેમી એવોર્ડની જાહેરાત થયા બાદ ખુશખુશાલ દેખાતા જયલલિતાએ જણાવ્યું હતું કે, વ્યકિતગત ભારતીયોએ વારંવાર સાબિત કર્યું છે કે, જુદી જુદી બાબતોમાં તેઓ સર્વશ્રેષ્ઠ છે. વિશ્વ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ અને ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અભિનવ બિન્દ્રાએ પોત પોતાની રીતે અંગત સિદ્ધિઓ હાસલ કરી છે. |