વર્ષ 1993 બાદથી પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી) દ્વારા 30 સેટેલાઇટ અથવા તો ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં ભારતના 14 અને વિદેશી દેશોના 16 ઉપગ્રહોનો સમાવેશ થાય છે. જુદી જુદી પરિભ્રમણ કક્ષામાં મુકવામાં આવ્યા છે.
ઇસરોના વર્કહોસ તરીકે પીએસએલવી કામ કરે છે. આ ઇસરોના પીએસએલવીની 15મી ફલાઇટ હતી.અત્રે નાધનિય છે કે પીએસએલવીએ એક વર્ષ પહેલા પૃથ્વીથી 600 કિલોમીટરની ઉંચાઇએ સ્થિત એકસાથે 10 ઉપગ્રહોને તરતા મુકયા હતા. આની સાથે જ ભારતે અંતરિક્ષના ઈતિહાસમાં મોટી સિદ્ધિ મેળવી હતી.
આ મુશ્કેલ સિદ્ધિ હાંસલ કરનાર ભારત બીજો દેશ બન્યો હતો. અગાઉ રશિયાએ એપ્રિલ 2007માં એકસાથે 13 સેટેલાઇટ પરિભ્રમણ કક્ષામાં મુકયા હતા પરંતુ ઇસરોના અધિકારીઓનો દાવો છે કે રશિયાના 13 ઉપગ્રહોનું કુલ વજન માત્ર 295 કિલોગ્રામ હતું. જયારે ચાર તબક્કાવાળા પીએસએલવી દ્વારા લઇ જવામાં આવેલા ઊપગ્રહોનું વજન 820 કિલોગ્રામ હતું.
|