મુખ્ય ચૂંટણી કમિશ્નર એન. ગોપાલસ્વામીએ પોતાના ઉત્તરાધિકારી નવીન ચાવલા માટે સોનેરી કાર્યસમયની શુભેચ્છા આપતા પાંચ વર્ષનો પોતાના ચર્ચામાં રહેલો કાર્યસમય પૂરો કરી સોમવારે ચૂંટણી આયોગમાંથી વિદાય લીધી.
ગોપાલસ્વામીએ ચૂંટણી આયોગને આજે સાંજે વિદાય લેતા સમયે સંવાદદાતાઓને કહ્યુ કે આયોગમાં આપ સૌથી વિદાય લઉ છુ. આ સમયે હુ નવીન ચાવલાને શુભેચ્છાઓ પાઠવુ છુ અને મુખ્ય ચૂંટણી આયુક્તના રૂપમાં તેમના સોનેરી કાર્યસમયની પ્રાર્થના કરુ છુ. ગોપાલસ્વામીએ જ ચાવલાને આયોગમાંથી હટવાની ભલામણ કરી હતી.
વિદાયના આ પ્રસંગે ચૂંટણી આયુક્ત નવીન ચાવલા અને બીજા ચૂંટણી આયુક્ત એસવાઈ કુરૈશી તેમની સાથે હતા. ગોપાલસ્વામીનુ સ્થાન ચાવલા લેશે અને તેઓ મંગળવારે મુખ્ય ચૂંટણી આયુક્તના રૂપમાં પોતાનુ પદ સંભાળશે.
|