લીટ્ટેના વડા વી.પ્રભાકરને પોતાના મિત્ર કહેનાર તામિલનાડુના મુખ્યપ્રધાન કરૂણાનીધીએ જણાવ્યું હતું કે, પ્રભાકરન પહેલા સ્વાતંત્ર્ય સેનાની હતો અને શ્રીલંકામાં તામિલ લોકો માટે અલગ ભૂમિ માટે લડતો હતો પણ પછી તે ત્રાસવાદી બની ગયો હતો.
તેમણે ઊમેર્યું હતું કે, મારા વકતવ્યનો ખોટો અર્થ તારવવામાં આવ્યો છે. મેં કદી એવું કહ્યું જ નથી કે લિટ્ટે ત્રાસવાદી જુથ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તામિલ ટાઈગર્સ, સ્વતંત્ર ભૂમિ માટે શ્રીલંકામાં જંગ ચલાવી રહ્યા છે પણ હવે તે દેશના લશ્કરે પગલાં લેતા તે માત્ર નાનકડા ત્રાસવાદીઓનું જુથ રહી ગયું છે પણ તેની શરૂઆત ત્રાસવાદી જુથ તરીકે થઈ ન હતી.
તેમણે ઊમેર્યું હતું કે, તામિલ ટાઈગર્સ અને લિટ્ટે વચ્ચે ચાલી રહેલા સામસામા જંગ અને ગોળીબારમાં તેમને તામિલ પરીવારોની ચિંતા થાય છે.
|