કોંગ્રેસે આજે ભાજપની એ માંગને ફગાવી દીધી હતી કે જેમાં ચૂંટણી કમિશ્નર નવિન ચાવલાને હટાવવા માટે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર એન ગોપાલસ્વામી દ્વારા કરવામા આવેલી ભલામણનો ખુલાસો કરવામાં આવે.
કોંગ્રેસ પ્રવક્તા જ્યંતિ નટરાજને કહ્યું હતું કે, ભાજપ પાસે કોઇ રચનાત્મક મુદ્દા નથી. એણે રચનાત્મક એજન્ડા ઉપર ધ્યાન આપવું જોઇએ. સુચનાના અધિકાર હેઠળ ગોપાલસ્વામીની ભલામણને મેળવવામાં અસમર્થ રહેલ ભાજપ આ અંગે કાનૂની વિકલ્પ અપનાવવાનું વિચારી રહ્યું છે.
|