પૂ્વ રાજા રજવાડાઓને રાજનીતિમાંથી લાવવા માટે અગાઉ વિરોધ કરનાર કોંગ્રેસે આ ચૂંટણીમાં રાજ પરિવારના સભ્યોને ટિકિટ આપવામાં આ વખતે ભાજપને પાછળ રાખી દીધો છે.
નાના નાના રજવાડાઓથી બનેલા રાજસ્થાનમાં સામાન્ય ચૂંટણી હોય અને રાજ પરિવારના સભ્યો મેદાનમાં ના ઉતરે એ અસંભવ છે. રાજવંશના સભ્યો રાજનીતિજ્ઞ દળો સાથે જોડાઇ લોકતંત્રની ચૂંટણીમાં પોતાની હાજરી નોંધાવવામાં પાછળ નથી.
ભારતીય જનતા પાર્ટીની રાજ પરિવારો સાથેની નિકટતા જગજાહેર છે પરંતુ રાજસ્થાનમાં આ વખતે કોંગ્રેસે રાજ પરિવારોથી જોડાયેલા ત્રણ પરિવારોને ચૂંટણી મેદાનમાં ઉતારી રાજવંશીઓ પ્રત્યેનો પોતાનો મોહ જાહેર કર્યો છે.
કોંગ્રેસે આમ તો રાજવંશીઓના ચાર સભ્યોને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી હતી જોકે ભરતપુરના પૂર્વ રાજઘરાનાની વહુ દિવ્યાસિંહે પોતાના પતિ એવા પૂર્વ સાંસદ વિશ્વેન્દ્રસિંહને જયપુર ગ્રામીણથી ટિકિટ આપવાની હઠ કરતાં ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો.
|