|
નેતાઓ સામે વિરોધ પ્રગટ કરવામાં ચપ્પલ હાથવગું સાધન બન્યું છે ત્યારે આજે આવો એક વધુ બનાવ બન્યો છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી રેલીમાં ફિલ્મ અભિનેતા જિતેન્દ્ર સામે ચપ્પલ ફેંકાયું હતું.
મહારાષ્ટ્રના નાદુંરબારમાં કોંગ્રેસ ઉમેદવાર માણિકરાવ ગાવિતનો પ્રચાર કરી રહેલા અભિનેતા જિતેન્દ્ર ઉપર ચપ્પલ ફેંકાયું હતું. આ ઘટના બની ત્યારે જિતેન્દ્ર રોડ શો કરી રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશ ઉપર બુટ ફેંકવાની ઘટના બાદ જાણે કે આ ક્રેઝ બની ગયો છે. તાજેતરમાં મધ્યપ્રદેશમાં ભાજપના પી.એમ ઇન વેઇટીંગ લાલકૃષ્ણ અડવાણી સામે પણ ચપ્પલ ફેંકાયું હતું.
|