પીલીભીત લોકસભા સીટથી વરુણ ગાંધીના નામાકનને પડકાર આપતાં અલાહબાદ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. અહીંથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનારા વી.એમ સિંહે પોતાની અરજીમાં વરુણ પર એક સમુદાય વિશેષના સભ્યો વિરુદ્ધ નફરત ફેલાવીને વોટ માંગવાનો આરોપ લગાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વી.એમ.સિંહ સંબંધમાં વરુણના મામા લાગે છે. સિંહ તરફથી મામલાની પૈરવી કરી રહેલા અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના વિધિક પ્રકોષ્ઠના અધ્યક્ષ યૂ. એન. શર્માએ જણાવ્યું કે, અરજીમાં કહેવામાં આવ્યું છે કે, વરુણે એક સમુદાયના સભ્યો વિરુદ્ધ નફરત ફેલાવીને વોટ લેવાનો પ્રયત્ન કર્યો હતો જે કે જનપ્રતિનિધિત્વ અધિનિયમની ધારા 123 અંતર્ગત એક ભ્રષ્ટ વ્યવહાર છે.
આ ઉપરાંત અરજીમાં આરોપ લગાવામાં આવ્યો છે કે, ગાંધીના કાગળોમાં તેના નામાંકનની ઠીક એ જ તારીખ અને સમય આપવામાં આવ્યો છે જ્યારે તે બરેલીમાં એક રેલીને સંબોધિત કરી રહ્યાં હતાં. આ શપથપત્રમાં ખોટી સૂચના આપવા જેવું છે. શર્માએ કહ્યું કે એટલા માટે વરુણનું નામાંકન રદ્દ કરવા માટે અરજી દાખલ કરવામાં આવી છે.
|