મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > આવતી કાલે રજુ કરાશે રેલ બજેટ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આવતી કાલે રજુ કરાશે રેલ બજેટ
મમતા બેનરજી રજુ કરશે રેલ બજેટ
ભાષા

રેલવે ભાડુ કેટલું વધશે, માલ ભાડામાં કેટલો વધારો થશે ? સ્ટેશનોમાં સુવિધાઓ વધશે કે, નહીં ? આ વાતોને લઈને વધુ ચિંતા કરવાની જરૂરિયાત નથી. રેલમંત્રી મમતા બેનર્જીએ સાફ કહી દીધું છે કે, લોકસભામાં 3 જુલાઈના રોજ રજૂ થનારું રેલ બજેટ જનતાનું બજેટ હશે અને સરળ હશે. જો કે, તેણે માન્યું કે, તેમને આ બજેટ તૈયાર કરવા માટે માત્ર 15 દિવસનો જ સમય મળ્યો.

સૂત્રોનું કહેવું છે કે, મમતા ભૂતપૂર્વ રેલ મંત્રી લાલૂ યાદવના મોડલને જ અપનાવશે. પેસેંજર અને માલ ભાડામાં કોઈ વૃદ્ધિ ન કરવામાં આવે. ભાડામાં એવો ફેરબદલ હોવો જોઈએ કે, જનતાને એવું લાગે કે, તેને રાહત મળી છે અને ભંડોળ પર પણ ભાર ન પડે.

* ચર્ચા છે કે, સેકંડ ક્લાસ સ્લીપરમાં સંભાવના કાઢવામાં આવી છે. તેમાં એક થી બે ટકા સુધી કપાત થવાની શક્યતાં છે. તેની ચૂકવણી એસી અને ફસ્ટ ક્લાસના ભાડામાં સામાન્ય વધારા દ્વારા કરવામાં આવી શકે છે.

* માલ ભાડામાં પણ ઘટાડો થવાની સંભાવના છે. વેંડરો માટે સીજનલ પાસ 20 રૂપિયામાં પૂરુ પાડવાની જોગવાઈ રેલ બજેટમાં થઈ શકે છે. સામાન્ય વ્યક્તિ માટે 'જનતા રેલ' ને પ્રાધાન્ય મળી શકે છે.

* પશ્ચિમ બંગાળ તરફ કેટલીય રેલો તરફ કદાચ વધુ ધ્યાન આપવામાં આવે. કેટલાક પ્રમુખ સ્ટેશનો પર સીસીટીવી લગાડવા, સામાનની ચેકિંગ વ્યવસ્થા અને બોમ્બ શોધવા અને નિરસ્ત કરવાની પ્રણાલીને સઘન બનાવામાં આવે.

સૂત્રોના અનુસાર મમતાએ આ વખતે રેલ યાત્રીઓને આપવામાં આવનારા ભોજન પર ખાસ વિરોધ જતાવ્યો છે. આશા રાખીએ કે, રેલ બજેટમાં કેટલાક એવા પગલા ઉપાડવામાં આવે જેમાં રેલ યાત્રીઓને શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ ભોજન મળે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
રાષ્ટ્રપતિના પતિ પર ગંભીર આરોપ
અમદાવાદ ધડાકાઓનો આરોપી પકડાયો
વરુણના નામાંકનને લઈને કોર્ટમાં પડકાર
બારામૂલાથી સીઆરપીએફને હટાવાઈ
શા માટે ન બની શકું પાર્ટી નેતા : શત્રુઘ્ન
શાઇનીની મુશ્કેલી વધી !