દિલ્હીની હાઈકોર્ટે આજે મહત્વપૂર્ણ ચૂકાદો આપતા સજાતિય સંબંઘોને કાયદેસર ગણાવતા આગામી દિવસોમાં આ મામલે ઉગ્ર ચર્ચા છેડાવાના એંઘાણ દેખાઇ રહ્યા છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે પારસ્પરિક મંજ્ૂરીથી સજાતિય સંબંઘો યોગ્ય છે. આને ગેરકાયદે ગણવો યોગ્ય રહેશે નહીં. પારસ્પરિક મંજ્ૂરીથી સજાતિય સંબંઘના મામલે કલમ 377 લગાવવી યોગ્ય નથી.અત્રે ઉલ્લેબનિય છે કે કલમ 377 વર્ષ 1850માં બની હતી. જેમાં સજાતિય સંબંઘો ઉપર પ્રતિબંઘની જોગવાઈ હતી. સજાતિય સંબંઘોમાં દોષિત દેખાનાર વ્યક્તિ માટે 10 વર્ષની સજાની જોગવાઈ હતી. સજાતિય સંબંઘોની તરફેણ કરનાર લોકોએ લાંબી લડત ચલાવી હતી. સજાતિય સંબંઘો અંગે હાઈકોર્ટના ચૂકાદા ખાદ દિલ્હીમાં કેટલાક લોકોએ આ ચૂકાદાને વઘાવી લઈને તેની પ્રસંશા કરી હતી.દિલ્હી હાઈકોર્ટના ચૂકાદાની પહેલાથી જ રાહ જોવામાં આવી રહી હતી. સજાતિય સંબંઘોને ગુનામુક્ત કરવાની માંગણી કરીને એક અરજી કોર્ટમાં દાબલ કરવામાં આવી હતી. આ સંબંઘમાં આજ્ે ચૂકાદો આપવામાં આવ્યો હતો. નાઝ ફાઉન્ડેશન દ્વારા દાબલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી પરિપૂર્ણ થયાના સાત મહિના ખાદ ચીફ જ્સ્ટિસ એ.પી. શાહ અને જ્સ્ટિસ એસ. મુરલીઘરનની બેંચે આજ્ે ચૂકાદો આપ્યો હતો. કેટલાક લોકોએ એવી રજ્ૂઆત પણ કરી હતી કે સજાતિય સંબંઘોને પ્રોત્સાહન આપવાથી સમાજ્માં એઈડ્સ અને એચઆઈવી જ્ેવી તકલીફો વઘશે.મુસ્લિમ નેતાઓએ પણ સજાતિય સંબંઘોના મામલે છેડાયેલી ચર્ચામાં કુદી પડીને સજાતિય સેક્સની ઝાટકણી કાઢી હતી. વડાપ્રઘાન મનમોહનસિંઘ અને કાયદા પ્રઘાન વિરપ્પા મોઈલીએ પણ પ્રતિક્રિયા આપી હતી. એક બાજુ વડાપ્રઘાને ઉદાર વલણ અપનાવવા કહ્યું હતું. કલમ 377ને નાબૂદ કરવાના સંર્દભમાં તીવ્ર માંગણી ઉઠી હતી. ગૃહમંત્રાલયે આ અરજી બરતરફ કરવામાં આવે તેવી ઇરછા વ્યક્ત કરી હતી. જ્યારે આરોગ્ય મંત્રાલયે અરજીની એવી દલીલને ટેકો આપ્યો હતો કે કલમ 377 તરફ ઘ્યાન આપવામાં આવે. |