આજે બપોરે કેન્દ્રિય રેલવે મંત્રી મમતા બેનર્જી સંસદમાં રેલવે બજેટ રજુ કરશે. જે જનતાલક્ષી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તો બીજી બાજુ લાલુના ડ્રીમ બજેટ કરતાં કંઇ વિશેષ આપવા માટે આજે મમતાની કસોટી થશે. પૂર્વ રેલવે મંત્રી લાલુપ્રસાદ યાદવના કેટલાક નિર્ણયોમાં ફેરફાર કરવામાં આવશે. જોકે કેટલીક વધુ નવી ટ્રેનો જાહેર કરવામાં આવે એવી સંભાવના છે. |