બાબરી મસ્જિદના વિધ્વંસ સમયે ઊત્તરપ્રદેશના તત્કાલિન મુખ્ય પ્રધાન કલ્યાણસિંહ લિબરહાન કમિશનના અહેવાલ અને એકશન ટેકન રિપોર્ટને સત્વરે સંસદ સમક્ષ રજુ કરવાનો પડકાર કેન્દ્ર સરકારને ફેકયો છે.
ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના આ ભુતપૂર્વ નેતાએ કહ્યુ હતુ કે એટીઆર સાથે સરકારે વેળાસર અહેવાલને જાહેર કરવો જોઇએ. પંચે 16 વર્ષના દિર્ધકાલીન વિલંબ બાદ તેનો અહેવાલ સુપ્રત કર્યો છે અને સરકારે હવે તેનો વધારે વિલંબ કરવો ન જોઇએ.
વિધ્વંસ પછી જેમની ભાજપ સરકારને બરતરફ કરાઇ હતી એવા કલ્યાણસિંહે કહ્યુ હતુ કે અમે ખુલ્લી ચર્ચા કરવા માટે તૈયાર છીએ. સંસદના આ સેશન દરમિયાન પંચના રિપોર્ટને રજુ કરવાના મુદ્દે સરકાર હજુ સુધી કેમ ચુપ છે. તેવું આશ્ચર્ય તેમણે વ્યકત કર્યુ હતુ.
|