કેન્દ્રિય રેલવે મંત્રી મમતા બેનર્જીએ આજે સંસદમાં વર્ષ 2009-10 માટેનું રેલવે બજેટ રજુ કરતાં દેશના આમ આદમીના વિકાસની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશના 50 સ્ટેશનોને વિશ્વ સ્તરના બનાવાશે. આ સ્ટેશનોમાં અમદાવાદ. મુંબઇ, પુના સહિત વિવિધ 50 સ્ટેશનોનો સમાવેશ કરાયો છે.
એન.ડી.એ સરકારમાં અગાઉ બે વખત રેલવે બજેટ રજુ કરનાર રેલવે મંત્રી મમતા બેનરજીએ આજે ત્રીજું બજેટ રજુ કરતાં કહ્યું હતું કે, દેશના દરેક નાગરિકને વિકાસનો અધિકાર છે અને એ માટે આમ આદમીનું ધ્યાન રાખવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, મમતા બેનરજીએ આ બજેટમાં જનતા ખાના, ટોયલેટ સુવિધા, સ્ટેશનોએ સુવિધા વધારવા તથા નવી ટ્રેનો આપવા ઉપર ભાર મુક્યો હતો.
|