કેન્દ્રિય રેલવે મંત્રી મમતા બેનર્જીએ આજે બજેટ રજુ કરતાં કહ્યું હતું કે, દેશના 375 સ્ટેશનોને મોડલ બનાવાશે. આ સ્ટેશનોએ યોગ્ય સુવિધાઓ ઉભી કરાશે.
બજેટને આગળ વધારતાં તેમણે કહ્યું હતું કે, લાંબી ગાડીઓમાં મુસાફરોના સ્વાસ્થ્યની તકેદારી માટે ડોક્ટર તૈનાત કરાશે. રાજધાની, શતાબ્ધી સહિતની લાંબી ગાડીઓમાં મુસાફરો માટે મનોરંજન સુવિધા ઉભી કરાશે.
આ ઉપરાંત દેશના 200 જેટલા સ્ટેશનોએ ટિકિટના સ્વયં સંચાલિત મશીનો ગોઠવાશે. મુસાફરોને ટિકિટ મેળવવામાં અનુકુળતા રહે એ માટે 50 જેટલી મોબાઇલ વાન શરૂ કરવામાં આવશે. જે નિય કરેલા સ્થળોએ જઇ મુસાફરોને ટિકિટની સવલત આપશે. 1000 જેટલા સ્ટેશનોએ રિર્ઝવેશનની સુવિધા વધારવામાં આવશે. ગ્રીન શૌચાલય માટે પરિક્ષણ ચાલું છે.
|