કેન્દ્રિય રેલવે મંત્રી મમતા બેનરજીએ આજે રેલવે બજેટ રજુ કરી સૌને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે તેમણે મુંબઇ-અમદાવાદ, ચેન્નાઇ-દિલ્હી, દિલ્હી-પૂના સહિતની નોન સ્ટોપ સ્ટેશનો દોડાવવાની જાહેરાત કરી છે.
રેલવે મંત્રીએ રેલવે બજેટમાં તમામ વર્ગના લોકોને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે. 1500થી ઓછી માસિક આવક ધરાવતા મુસાફરો માટે ટિકિટમાં રાહત આપવાની જાહેરાત કરી છે. આઉપરાંત પત્રકારો માટે પણ ટિકિટમાં રાહતની જાહેરાત કરી છે.
અમદાવાદ-દિલ્હી વચ્ચે દોડતી રાજધાની ટ્રેનને રોજ દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.
|