ઇજ્જત, વિદ્યાર્થી અને પ્રેસ, મહિલા સ્પેશિયલ અને યુવાઓને ગાડી આપ્યા બાદ હવે હું એક નવી ગાડીની વાત કરવા જઇ રહી છું એવો ઉત્સાહ વ્યક્ત કરતાં કેન્દ્રિય રેલવે મંત્રી મમતા બેનરજીએ નોન સ્ટોપ...ડ્યૂરોન્ટો ગાડીની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, ડ્યૂરોન્ટો નામથી એક નવી સેવા શરૂ કરવામાં આવશે. જેમાં વાતાનુકુલિત તથા બિન વાતાનુકૂલિત સેવા હશે. દેશના મહત્વના શહેરો વચ્ચે એક સ્થાનથી બીજા સ્થાન સુધી આ ગાડીઓ રોકાયા વગર ચાલશે. આપણા ઇતિહાસમાં આવું પહેલીવાર થશે કે આપણે અટક્યા વગરની ટ્રેન દોડાવશું.
ડ્યૂરોન્ટો ગાડી ક્યાં દોડશે (1) નઇ દિલ્હી - જમ્મુ તાવી (સપ્તાહમાં ત્રણ દિવસ) (2) હાવડા - મુંબઇ, એસી (સપ્તાહમાં ત્રણ દિવસ) (3) મુંબઇ - અમદાવાદ, એસી (સપ્તાહમાં ત્રણ દિવસ) (4) ચેન્નાઇ - દિલ્હી (સપ્તાહમાં ત્રણ દિવસ) (5) નવી દિલ્હી - લખનૌ (સપ્તાહમાં ત્રણ દિવસ) (6) હાવડા - દિલ્હી (સપ્તાહમાં બે દિવસ) (7) દિલ્હી - પુના, એસી (સપ્તાહમાં બે દિવસ) (8) નવી દિલ્હી - અલ્હાબાદ (સપ્તાહમાં ત્રણ દિવસ) (9) સિયાલદહ - નવી દિલ્હી (સપ્તાહમાં બે દિવસ) (10) કોલક્તા - અમૃતસર (સપ્તાહમાં બે દિવસ) (11) ભુવનેશ્વર - દિલ્હી (સપ્તાહિક) (12) એર્ણાકુલમ - દિલ્હી (સપ્તાહિક)
|