વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક મુસાફરીની જાહેરાત કરતાં રેલમંત્રી મમતા બેનરજીએ મદરેસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આ લાભ આપવાની જાહેરાત કરી હતી.
બજેટ વેળાએ આ જાહેરાત કરતાં તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ આપણું ગૌરવ છે, બાલિકાઓ માટે સ્નાતક સુધી વિદ્યાર્થીઓ માટે ધો.12 સુધી શાળાથી ઘર સુધી બીજા વર્ગની મુસાફરી માટે નિશુલ્ક માસિક પાસ હવે મદરેસા, ઉચ્ચ મદરેસા તથા સિનિયર મદરેસામાં ભણવા જતા વિદ્યાર્થીઓને પણ આપવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, મને આ જાહેરાત કરતાં આનંદ થાય છે કે, વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ માસિક પાસ હવે મેટ્રો રેલ કોલકત્તામાં પણ ચાલશે. આમાં વિદ્યાર્થીઓ માટે મેટ્રોમાં 60 ટકા રાહત આપવામાં આવશે. |