મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > રેલવે કરશે 40745 કરોડનું રોકાણ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રેલવે કરશે 40745 કરોડનું રોકાણ
વેબ દુનિયા
દેશમાં સૌથી મોટા નફા કરતા ઉદ્યોગો પૈકીના એક ભારતીય રેલવેએ વર્તમાન નાણાંકીય વર્ષમાં 40745 કરોડનું રોકાણ કરવાની યોજના છે. જે ગયા નાણાંકીય વર્ષની સરખામણીમાં ખૂબ વધારે છે. અગાઉના નાણાંકીય વર્ષમાં 36773 કરોડનું રોકાણ કરાયું હતું.

આ મૂડીરોકાણ પૈકી રેલવે સંશોધન ઉપર 12393 કરોડ ઠાલવવામાં આવશે જયારે રોડ સેફટી વકર્સ માટે 5135 કરોડ આપવામાં આવશે. રેલવે બજેટ 2009-10માં આ અંગેની જાહેરાત કરી છે. રેલવે ગેજ રૂપાંતરણ ઉપર 1906 કરોડનું રોકાણ કરવા ઈચ્છે છે. જયારે મશીનરી અને પ્લાન્ટ્સ ઊપર 1797 કરોડ ઠાલવશે.

રેલવે પ્રધાન મમતા બેનર્જીએ 2054 કરોડ રોકાણ કરવાની જાહેરાત કરી હતી. નવી લાઇનોના નિર્માણ માટે 2921.70 કરોડ રોકાણ કરાશે. સ્ટાફ અને યાત્રીઓ માટે 1526 કરોડ બાજુમાં મુકવામાં આવ્યા છે. લોકોમોટીવ ઊપર 4247.28 કરોડ ખર્ચ કરાશે. કેરિઝ ઉપર 3616.61 કરોડ ખર્ચ કરાશે.

વર્તમાન નાણાંકીય વર્ષ માટે રેલવેને 8121 કરોડનું મહેસૂલ મળી તેવી શકયતા છે. જે અગાઊના વર્ષમાં 11066 કરોડ હતું. કુલ ખર્ચ 82504 કરોડ રહ્યો છે જયારે કુલ મળેલી રકમ 90626 કરોડ રહી છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક પાસ !
યુવાઓ માટે નવી "યુવા" ટ્રેન
કઇ કઇ ટ્રેનોને લંબાવાઇ
નોન સ્ટોપ...ડ્યૂરોન્ટો ટ્રેન !
દીદીના રેલવે બજેટની સાથેસાથે....
ગરીબો માટે ઇજ્જતની જાહેરત