મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > સ્ટેશનોએ ઇન્ટીગ્રેટેડ સિક્યુરિટી !
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સ્ટેશનોએ ઇન્ટીગ્રેટેડ સિક્યુરિટી !
વેબ દુનિયા
આતંકવાદીઓ અને નકસલવાદીઓ દ્વારા ટ્રેનોને ટાર્ગેટ બનાવવાનો સિલસિલો વધ્યો છે ત્યારે રેલવેએ યાત્રીઓની સુરક્ષા માટે કમાન્ડો બટાલિયનો ઊભી કરવાની જાહેરાત કરી હતી. 140 સંવેદનશીલ અને હુમલા થઇ શકે તેવા સ્ટેશનો માટે ઇન્ટેગ્રેટેડ સિકયુરિટી સ્કીમ તૈયાર કરવામાં આવી રહી છે.

સંસદમાં વર્ષ 2009-10 માટેનું રેલવે બજેટ રજૂ કરતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેઓ મહિલા કમાન્ડોની સંખ્યામાં વધારો કરશે. મહિલા આરપીએફ એસ્કોટ્સ મહિલાઓની સુરક્ષા માટે ગોઠવવામાં આવશે. ખાસ કરીને જે સેકશનો ઊપર વધારે સંખ્યામાં મહિલાઓ નિયમિત રીતે યાત્રા કરે છે તેવા સેકશનો ઊપર વધારે ધ્યાન આપવામાં આવશે.

મમતાએ કહ્યું હતું કે રેલવેની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. અલબત્ત કાયદો અને વ્યવસ્થાની બાબત રાજયનો વિષય છે છતાં રેલવેની યાત્રીઓની સુરક્ષાની જવાબદારી બને છે. જેથી સુરક્ષિત પ્રવાસની ખાતરી કરવા સંબંધિત તમામ સંસ્થાઓ સાથે મળીને કામ કરવામાં આવશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
રેલવે કરશે 40745 કરોડનું રોકાણ
વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક પાસ !
યુવાઓ માટે નવી "યુવા" ટ્રેન
કઇ કઇ ટ્રેનોને લંબાવાઇ
નોન સ્ટોપ...ડ્યૂરોન્ટો ટ્રેન !
દીદીના રેલવે બજેટની સાથેસાથે....