થાઈલેન્ડનો એક નાગરિક એ(એચવન એનવન) ઈન્ફલુએન્ઝાથી પીડાતો હોવાનું જાણવા મળતાં ભારતમાં સ્વાઈન ફલુના દર્દીની સંખ્યા 129 થઈ છે.
એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું છે કે 28મી જૂને થાઈ એરવેઝના વિમાનમાં બગકાકથી મુંબઈ આવેલા 23 વર્ષના યુવકને સ્વાઈનફલુ થયો હોવાનું જણાયું છે. આ યુવક ગુજરાતના કંડલા બંદરે તેના જહાજ ઉપર પરત હાજર થવા જઈ રહ્યો હતો.
1લી જૂલાઈએ કંડલા બંદરે તેનું પરીક્ષણ કરાયું હતું અને તે પછી તેને અલાયદો રાખવામાં આવ્યો હતો. કંડલા પોર્ટ ટ્રસ્ટ હોસ્પિટલમાં તેને રખાયો હતો. એટલું જ નહીં તેનો ઘનિષ્ટ સંપર્ક ધરાવતાં બીજા ચાર ક્રુ મેમ્બરને પણ અલગ રખાયા હતા.
તેમને કેમોપ્રોફાયલેકિસ થયો હોવાનું જણાયું છે. ભારતમાં અત્યાર સુધીમાં 871 વ્યકિતનું તબીબી પરીક્ષણ કરાયું છે. જેમાંથી 129 કેસ સ્વાઈનફલુમાં પોઝિટિવ જણાયા છે અને 90 દર્દીને રજા અપાઈ છે.
મોટાભાગે અમેરિકા અને મેકિસકોમાં થયા હોય તેમ ત્રીજી જુલાઈ સુધીમાં વિશ્વભરમાં સ્વાઈનફલુને કારણે 382 જણાના મોત નીપજયા છે. 125 દેશમાં સ્વાઈનફલુનો ચેપ ફેલાયો છે.
|