બજેટ રજુ કરતાં નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ કહ્યું હતું કે વર્ષ 2008-09 દરમિયાન આર્થિક વિકાસ દર 6.7 ટકા રહ્યો છે. ફુગાવાનો દર 13 ટકાથી ઘટીને હવે શૂન્યની નજીક પહોંચી ગયો છે. ઔદ્યોગિક વૃધ્ધિમાં સુધારો થયો છે. વિદેશી મૂડીરોકાણમાં તેજી આવી છે. મુખર્જીએ તેમના બજેટ ભાષણમાં વિવિધ ફલેગશીપ યોજનાઓ માટેની ફાળવણીમાં વધારો કર્યો હતો.દેશને વૈશ્વિક નાણાંકીય કટોકટીની અસર થઇ છે. સૌથી પહેલો પડકાર શકય તટેલી વહેલીતકે 9 ટકાનો વિકાસ દર હાસલ કરવાનો રહેશે. 31મી માર્ચના દિવસે પૂરા થયેલા વર્ષમાં ભારતનો આર્થિક વૃધ્ધિ દર 6.7 ટકા રહ્યો હતો જે 2003 બાદથી સૌથી નીચો દર છે. તેમણે કહ્યું હતું કે વૈશ્વિક આર્થિક મંદીની પ્રતિકૂળ અસરથી ભારત પણ બચી શકયું નથી. તેમણે ચેતવણી આપી હતી કે ઉંચા વૃધ્ધિ દરથી જરૂરી સમતુલા જાળવી શકાશે. ભારતની નાણાંકીય ખાધ ઘરેલુ પેદાશના 6.8 ટકા સુધી પહોંચી ગઇ છે. જે 2.5 ટકાના સરકારના લક્ષ્ય કરતા બે ગણાથી પણ વધુ છે. |