મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > 2014માં ગરીબી અડધી થશે !
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
2014માં ગરીબી અડધી થશે !
વેબ દુનિયા

સંસદમાં આજે વર્ષ 2009-10નું સામાન્ય બજેટ રજુ કરતાં નાણામંત્રી પ્રણવ મુખરજીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સરકારે જાહેર કરેલી વિવિધ યોજનાઓને પગલે આગામી 2014માં દેશની ગરીબી અડધી થશે.

આ બજેટને આમ જનતા માટેનું કહેતાં નાણામંત્રીએ વધુ જાહેરાત કરતાં કહ્યું હતું કે, નહેરૂ અર્બન મિશનના બજેટમાં 80 ટકાનો વધારો કરાયો છે. આ ઉપરાંત શહેરી આવાસ માટે 4000 કરોડ ફાળવાશે. વિશ્વમાં જ્યારે આર્થિક મંદી પ્રવર્તિ રહી છે ત્યારે દેશના યુવાનો હતાશામાં ધકેલાય નહી એ બાબતનું ધ્યાન રાખવામાં આવશે અને પ્રતિ વર્ષે દેશમાં 1.2 કરોડ જેટલી નોકરીની તકો ઉભી કરાશે.

કિસાનો માટે તેમણે કહ્યું હતું કે, જે ખેડૂતો સમયસર લોન ભરપાઇ કરે છે એમને વિશેષ રાહત આપવામાં આવશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
9 ટકા જીડીપીનો લક્ષ્યાંક
મંત્રીના ફોન વિવાદમાં નવો વળાંક
ભારતમાં સ્વાઇન ફ્લુના 129 દર્દી
બજેટ કંઇક આવું હશે !!!
80 હજાર કરોડની યોજનાઓ !!
આજે ખુલશે બજેટનો પટારો !