રેલવે મંત્રી મમતા બેનરજીના સૌને ખુશ કરનારા રેલ બજેટ બાદે આજે નાણામંત્રી પ્રણવ મુખરજીએ પણ વર્ષ 2009-10ના સામાન્ય બજેટમાં સૌને સમાવી લેવાનો પ્રયાસ કર્યો છે.
વિકાસની વાતોની સાથોસાથ તેમણે ખેડૂતોનું પણ સરકાર ધ્યાન રાખે છે એમ કહી ખેડૂતોને 7 ટકાએ લોન આપવાની જાહેરાત કરી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને લોન માફીની યોજનાને વધુ છ મહિના સુધી લંબાવવામાં આવશે તેમજ જે ખેડૂતો સમયસર લોનની ભરપાઇ કરે છે એમને વિશેષ વળતર અપાશે.
|