નાણામંત્રી પ્રણવ મુખરજીએ આજે સંસદમાં બજેટ રજુ કરતી વેળાએ આવક વેરાની પ્રક્રિયાએન સરળ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, માથાકુટવાળા ફોર્મને બદલે એક જ ફોર્મમાં બધી વિગતો ભરવાની રહેશે.
મહિલાઓ માટે આવક અંગે જાહેરત કરતાં તેમણે કહ્યું હતું કે, મહિલાઓને આવકમાં રૂ. 190 લાખ સુધી કરમાંથી છુટ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે મહિલાઓ માટે આવક વેરાની છુટ રૂ. 1,80 લાખ હતી. જેમાં 10 હજારનો વધારો કરાયો છે. જ્યારે સામાન્ય માટે રૂ. 1.50 લાખની આવક મર્યાદામાં પણ રૂ. 10 હજારનો વધારો કરાઇ રૂ. 1.60 લાખ સુધીની આવક કરવેરામાંથી બાકાત રખાઇ છે.
આ ઉપરાંત ઇન્કટટેક્સમાંથી સરચાર્જ દુર કરવામાં આવ્યો છે. ફ્રિજ બેનિફીટ ટેક્સ પણ હટાવવામાં આવ્યો છે. કોમોડિટી ટ્રાન્જેક્શ ટેક્સ પણ હટાવાયો સિનિયર સિટિજનોને આવકમાં વધુ રૂ. 15 હજારની છુટ અપાતાં હવે તે મર્યાદા રૂ. 2.40 લાખ થઇ છે. ડાયરેક્ટ ટેક્સોમાંથી સરચાર્જ હટાવવામાં આવ્યો
|