નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ આજે સંસદમાં રજુ કરેલા વર્ષ 2009-10ના સામાન્ય બજેટની અસામાન્ય બાબતો કંઇ આવી છે.... * આવકવેરા મુકિત મર્યાદામાં 10,000 સુધીનો વધારો. * સિનિયર સિટીઝનો માટે મુકિત મર્યાદામાં 15,000 સુધીનો વધારો. * ઇન્કમટેકસ પર તમામ સરચાર્જ નાબૂદ. * ફ્રિન્ઝ બેનિફીટ ટેકસ (એફબીટી) નાબૂદ. * 45 દિવસમાં નવો ડાયરેકટ ટેકસ કોડ જારી કરાશે. * જીએસટીને પહેલી એપ્રિલ, 2010 સુધી લાગુ કરાશે. * ફેડરલ ટેકસ / જીડીપી રેશિયો 11.5 ટકા. * નાણાંકીય ખાધ વર્ષ 2010માં 6.8 ટકા. * બિન ટેકસ મહેસૂલી આવક વધવાના સંકેત. * અંદાજપત્રીય ટેકાની રકમમાં 40,000 કરોડનો વધારો. * વ્યાજની ચૂકવણી અંદાજીત 225511 કરોડ. * સંરક્ષણ ઉપર 1.43 લાખ કરોડનો ખર્ચ. * યોજના ખર્ચમાં 34 ટકા સુધીનો વધારો. * યોજના ફાળવણીમાં 74 ટકા સુધીનો વધારો. * કોમનવેલ્થ ગેમ્સ ફાળવણીમાં 50 ટકાથી વધુનો વધારો. ફાળવણી રૂ. 3472 કરોડ. * ગ્રામીણ મહિલાઓ પૈકી 50 ટકા મહિલાઓને સ્વસહાય ગ્રુપ કાર્યક્રમમાં લવાશે. * કોમોડિટીઝ ટ્રાન્ઝીકશન ટેકસ નાબૂદ. * કસ્ટમ ડ્યૂટીને યથાવત રાખવા ફેંસલો. * એકસાઇઝ ડ્યૂટીને યથાવત રાખવાનો ફેંસલો. * ડિસઇનવેસ્ટમેન્ટના કાર્યક્રમને તીવ્ર બનાવવાની જાહેરાત. * આગામી ચાર વર્ષમાં કરવેરાના માળખાને સરળ બનાવવા ઘોષણા. * ઇન્કમટેકસ વિભાગને ટેકસ ફાઇલ કરવા સરળ-2 ફોર્મ જારી કરવા આદેશ. * ગ્રામીણ રોજગાર યોજના માટેની ફાળવણીમાં 144 ટકાનો વધારો કરી 39,000 કરોડ કરાઇ. * ગ્રામીણ વિસ્તારોમાં અન્ય યોજનાઓની સાથે ગ્રામીણ લોકોને રોજ 100 રૂપિયાની રોજગારી. * 9 ટકાનો જીડીપી વૃધ્ધિ દર શકય તેટલી વહેલી તકે હાસલ કરવાનું લક્ષ્ય. * ભારતનો વૃધ્ધિ દર 31મી માર્ચે પૂરા થયેલા વર્ષ દરમિયાન 6.7 ટકા હતો જે 2003 બાદથી સૌથી ધીમો વૃધ્ધિ દર હતો. * જીવનરક્ષક દવાઓ ખાસ કરીને હાર્ટની સ્થિતિ સાથેની દવાને કસ્ટમ ડ્યૂટીમાંથી મુકિત. * સ્તન કેન્સર સહિત જીવનરક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરાઇ. * એલસીડી પેનલ્સ પર કસ્ટમ ડ્યૂટી 10થી ઘટાડીને 5 ટકા કરાઇ. * એસટીબી પર 5 ટકા કસ્ટમ ડ્યૂટી. * ખનીજ તેલ અને કુદરતી ગેસના વાણિજય ઉત્પાદન ઉપર ટેકસ હોલિડે. * એનપીએ ટ્રસ્ટનું મૂડીરોકાણ એસટીટીમાંથી મુકત. * મહિલા સાક્ષરતા માટે રાષ્ટ્રીય મીશન શરૂ કરાશે. * આઇઆઇટી માટેની ફાળવણી 2113 કરોડ. * રાષ્ટ્રીય મહિલા કોર્સ કોર્પ્સ વધારીને 500 કરોડ. * ભારત નિર્માણ કાર્યક્રમ માટે ફાળવણીમાં 45 ટકા સુધીનો વધારો. * અર્ધલશ્કરી હાઉસિંગ પ્રોજેકટનો ખર્ચ 1000 કરોડ. * અર્ધલશ્કરી દળના જવાનો માટે એક લાખ મકાનો બનાવાશે. * 12થી 18 મહિનામાં યુનિક આઇડી કાર્ડ બનાવાશે. * નવી આરોગ્ય વિમા યોજના હેઠળ 46 લાખ બીપીએલ પરિવારોને આવરી લેવાશે. * રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજનાને નાધપાત્ર સફળતા. * રાઇટ ટુ ઇન્ફર્મેશન એકટને સફળતા. * પશ્ચિમ બંગાળ અને તમિળનાડુમાં હેન્ડલુમ કલસ્ચર ઉમેરાશે. * 46 લાખ લોકોને બાયોમેટ્રીક કાર્ડ અપાયા. * અનૌપચારિક સેકટર માટે સામાજિક સુરક્ષાનો હેતુ. * વડાપ્રધાનની આદર્શ ગ્રામ યોજના 100 કરોડના ફંડ સાથે શરૂ. * ઇન્દિરા આવાસ યોજનાની ફાળવણીમાં 63 ટકાનો વધારો. * પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ફાળવણીમાં 59 ટકાનો વધારો. * ફુડ સિકયુરિટી બિલ ટૂંકમાં રજૂ કરાશે. * ઇન્કમટેકસ રિટર્ન ફોર્મને વધારે લોકલક્ષી બનાવાશે. * પીએસયુ કંપનીઓ સરકારના નિયંત્રણ હેઠળ રહેશે. * પીએસયુમાં જાહેર હિસ્સેદારી વધારવામાં આવશે. * ઇન્ફ્રાસ્ટ્રકચર પુનઃ સજીવન માટે એક લાખ કરોડના પ્રોજેકટ. * પેટ્રો ભાવ અંગે સલાહ આપવા નિષ્ણાત સમિતિ રચાશે. * ખેડૂતોને લોન 7 ટકાના વ્યાજ દરે મળશે. * સમયસર લોનની ચૂકવણી કરવા ખેડૂતો માટે રાહત. * કૃષિ વૃધ્ધિ દર 4 ટકા જાળવવાની જરૂર. * હાઇવે અને રેલવેને ફાળવણીમાં 23 ટકાનો વધારો. |