મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > દાદાનું બજેટ એકંદરે સામાન્ય !
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દાદાનું બજેટ એકંદરે સામાન્ય !
આવકવેરા મર્યાદા વધારાઇ, ફિન્ઝ બેનિફીટ ટેક્ષ રદ
વેબ દુનિયા

નાણાંપ્રધાન પ્રણવ મુખર્જીએ લોકો અને ઉદ્યોગોની વિવિધ અપેક્ષાઓ વચ્ચે આજે વર્ષ 2009-2010 માટેનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં પ્રણવ મુખર્જીએ આવકવેરા મુકિત મર્યાદામાં 10,000 સુધીનો વધારો કરીને આંશિક રાહત આપી હતી.

મુખર્જીએ સિનિયર સિટીઝન્સ માટે આવકવેરા મુકિત મર્યાદામાં 15,000નો, મહિલાઓ અને અન્યો માટે મુકિત મર્યાદામાં 10,000નો વધારો કર્યો હતો. આ ઉપરાંત કોર્પોરેટ ટેકસ રેટને યથાવત રાખવાનો પ્રણવ મુખર્જીએ નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પણ જાહેરાત કરી હતી. કસ્ટમ ડ્યૂટી અને એકસાઇઝ ડ્યૂટીને પણ યથાવત રાખવાનો ફેંસલો કરવામાં આવ્યો હતો. ધારણા મુજબ જ ફ્રિન્ઝ બેનિફીટ ટેકસ અને કોમોડિટીઝ ટ્રાન્ઝીકશન ટેકસ, પ્રોપર્ટી ટ્રાન્ઝીકશન ટેકસને પણ દૂર કરવાનો ફેંસલો કરવામાં આવ્યો હતો.

આવકવેરાની જાળને વધુ વિસ્તૃત બનાવીને તેમાં વકીલો અને કાયદાકીય સંસ્થાઓને પણ આવરી લેવામાં આવી છે. વિવિધ પગલાંઓની સાથે સાથે સોના ઉપર કસ્ટમ ડ્યુટી ફરી લાદવામાં આવી છે. ખાદ્યતેલની આયાત ઉપર કોઇ નવો ટેકસ લાગુ કરવામાં આવ્યો નથી. બાયોડિઝલ ઉપર કસ્ટમ ડ્યુટી ઘટાડી લેવામાં આવી છે. નાના બિઝનેસને એડવાન્સ ટેકસમાંથી મુકિત આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. કુદરતી કેસને ટેકસ હોલિડે લંબાવવામાં આવ્યો છે. નિકાસકારો માટે ટેકસ હોલિડે 2012 સુધી લંબાવી દેવામાં આવ્યો છે.

આવી જ રીતે ટેકસટાઇલ યુનિટો માટે પણ ટેકસ હોલિડે લંબાવી દેવામાં આવ્યો છે. એકબાજુ એલસીડી ટીવી સસ્તા કરવામાં આવ્યા છે. જયારે સેટઅપ બોકસની કમત વધારી દેવામાં આવી છે. સેટઅપ બોકસ ઉપર કસ્ટમ ડ્યુટી પાંચ ટકા કરાઇ છે. જયારે એલસીડી ટીવી ઉપર કસ્ટમ ડ્યુટી 10 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવી છે.

બજેટમાં કૃષિ માટે પણ વિવિધ રાહત યોજનાઓ જાહેર કરવામાં આવી હતી. સિનિયર સિટીઝન માટે મુકિત મર્યાદા હવે વધારીને 240000 કરી દેવામાં આવી છે. મહિલાઓ માટે 190000 અને અન્યો માટે મુકિત મર્યાદા 160000 કરી દેવામાં આવી છે. મુખર્જીએ સરકારના ડિસઇનવેસ્ટમેન્ટ કાર્યક્રમને પુનઃ સજીવન કરવાની પણ જાહેરાત કરી હતી. બેંકિંગ અને વિમા જેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાની પણ જાહેરાત કરી હતી.

કરવેરા ચૂકવણીની પ્રક્રિયાને વધારે સરળ બનાવવાની જાહેરાત કરતા નાણાંમંત્રીએ કહ્યું હતું કે આગામી ચાર વર્ષોમાં કરવેરા માળખાને વધુ સરળ બનાવવા તરફ સરકાર કામ કરશે. આવકવેરા વિભાગ ટેકસ ભરવાની વધુ સરળ પદ્ધતિ શરૂ કરશે. આનું નામ ‘સરળ-2’ ફોર્મ રાખવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે વર્ષ 2008-09 દરમિયાન આર્થિક વિકાસ દર 6.7 ટકા રહ્યો છે. ફુગાવાનો દર 1૩ ટકાથી ઘટીને હવે શૂન્યની નજીક પહાચી ગયો છે. ઔદ્યોગિક વૃધ્ધિમાં સુધારો થયો છે. વિદેશી મૂડીરોકાણમાં તેજી આવી છે. મુખર્જીએ તેમના બજેટ ભાષણમાં વિવિધ ફલેગશીપ યોજનાઓ માટેની ફાળવણીમાં વધારો કર્યો હતો.

ગ્રામીણ રોજગારી સ્કીમ માટેની ફાળવણીમાં 1૩9 ટકા સુધીનો વધારો કરી ૩9000 કરોડ કરવામાં આવી છે. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેધરી યોજના માટે ૩9000 કરોની ફાળવણી કરવાની તેમને જાહેરાત કરી હતી. પોતાનું ચોથુ બજેટ રજૂ કરતા પ્રણવે કહ્યું હતું કે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજનાને નાધપાત્ર સફળતા મળી છે. સરકાર ગ્રામીણ ક્ષેત્રોમાં અન્ય સ્કીમોની સાથે ગ્રામીણ આવાસમાં એક દિવસમાં 100 રૂપિયાની રોજગારી આપવા કટિબદ્ધ છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
બજેટ આમ આદમીનું - વિલાસરાવ
ચિંદબરમ બજેટ મુદ્દે ચૂપ !
વિષમતાવાળુ બજેટ - નિતીશકુમાર
બજેટમાં રહેલી ખાસ બાબતો
નવા રોકાણને પ્રોત્સાહન !
ગ્રામીણ વિકાસ માટે 39000 કરોડ