ઝરખંડના સિંહભૂમ ક્ષેત્રમાં સ્થિત દેશના મુખ્ય વન્ય જીવ અભયારણ્ય દલમા આશ્રયણીથી ભટકેલ હાથિયોના એક ઝુંડે એક સરકારી શાળામાં સારો એવો ઉત્પાત મચાવતા દરવાજા, બારીઓ અને ફર્નીચરોની તોડફોડ કરી નાખી અને બાળકો માટે મુકેલ અનાજ ખાઈ ગયા.
પોલીસ સૂત્રોએ જણાવ્યુ કે દલમાથી નીકળેલ લગભગ 10 થી 11 ઝુંડે સરાયકેલા-ખરસાવા જિલ્લાના ચૌકા પોલીસમથક ક્ષેત્રના મકદમડીહ રાજકીય મધ્ય વિદ્યાલયના દરવાજે અને બારીઓને ક્ષતિગ્રસ્ત કરી નાખી.
હાથીઓએ મધ્યાન્હ ભોજન યોજના માટે શાળાના એક રૂમમાં મૂકેલ અનાજ ચટ કરી લીધુ અને ત્યાંથી નીકળી ગયા.
સ્કૂલ પ્રબંધને આ વાતની જાણકારી સવાર પડતા થઈ. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. અત્રે એ ઉલ્લેખનીય છે કે ઝારખંડ સરાયકેલા-ખરસાવા અને પૂર્વી સિંહભૂમ જિલ્લાના 182 વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલ દલમા આશ્રયણીને હાથીઓનુ એક મુખ્ય પ્રાકૃતિક રહેઠાણ માનવામાં આવે છે.
|