સેક્સ સ્કૈંડલ મુદ્દે ઉમર અબ્દુલ્લા ભડક્યાં

રાજીનામું આપી દેવાની ધમકી
જમ્મૂ, મંગળ, 28 જુલાઈ 2009( 13:14 IST )
જમ્મૂ-કાશ્મીરની રાજનીતિમાં જોરદારો ગરમાવો ફેલાયેલો છે. જમ્મૂ-કાશ્મીર વિધાનસભામાં મંગળવારે બીજા દિવસે પણ ખૂબ હંગામો થયો.
સોમવારે પીડીપી નેતા મહબૂબા મુફ્તીનો પારો આસમાને ચડી ગયો તો આજે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પણ રોષે ભરાયાં. સેક્સ સ્કેંડલમાં શામેલ હોવાના આરોપથી ઉમર એટલા ગુસ્સે થઈ ગયાં કે, તેમણે રાજીનામું આપી દેવા સુધીની ધમકી આપી દીધી.
ઉમરે કહ્યું કે, '' તેઓ આજે સાંજ સુધીમાં રાજ્યપાલને રાજીનામું સોંપી દેશે અને ત્યાં સુધી પરત નહીં ફરે જ્યાં સુધી તેમને નિર્દોષ જાહેર કરવામાં આવતા નથી.''
કાશ્મીર વિધાનસભામાં હંગામાની શરૂઆત પૈંથર્સ પાર્ટીના સભ્યોએ કરી. ત્યાર બાદ પીડીપીના મુજફ્ફર બેગે આરોપ લગાવતા કહ્યું કે, '' 2006 ના સેક્સ સ્કૈંડલમાં ઉમર અબ્દુલ્લાના નામ પણ શામેલ છે.'' બેગે કહ્યું કે, સીબીઆઈની લિસ્ટમાં ઉમરનું નામ છે.
બેગે હજુ આટલું જ કહ્યું કે, ઉમરનો પારો ચડી ગયો. ગુસ્સાના કારણે તેમની સફેદ ચામડી તરત જ લાલ થઈ ગઈ અને તેઓ ઉભા થઈ ગયાં. તેમણે કહ્યું કે, તેઓ આજ સાંજ સુધીમાં પોતાનું રાજીનામું આપી છે અને ત્યાં સુધી પરત નહીં ફરે જ્યાં સુધી તેમના પર લગાડવામાં આવેલા તમામ કલંકોને હટાવી લેવામાં નહીં. ઉમરની આ જાહેરાત બાદ નેશનલ કોન્ફ્રેન્સના ધારાસભ્યોએ તેમને મનાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે ન માન્યાં અને સદનની બહાર ચાલ્યાં ગયાં.