ઉમર અબ્દુલ્લાએ રાજ્યપાલને રાજીનામું સોંપ્યુ

સેક્સ કાંડમાં શામેલ હોવાનો આરોપ
શ્રીનગર, મંગળ, 28 જુલાઈ 2009( 22:07 IST )
જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પીડીપીના એક વરિષ્ઠ નેતા દ્વારા તેમના પર ગત વર્ષના 'સેક્સ કાંડ' માં શામેલ હોવાના ગંભીર આરોપ લગાવ્યાં બાદ રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
વિધાનસભામાં પીડીપી ધારાસભ્યો દ્વારા કોલાહલ મચાવામાં આવવાથી વ્યથિત ઉમરે બપોરે જ રાજીનામું આપી દેવાનો નિર્ણય લીધો અને સ્વયં પગપાળા જ રાજભવન ગયાં અને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોપ્યું. આ અગાઉ તેમને ધારાસભ્યોએ ઘેરી લીધા હતાં અને ઘણી વાર સુધી ધક્કા-મુક્કી ચાલતી રહી. પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને ઉમરે ખુરશી છોડી દેવાનો નિર્ણય લઈ લીધો .
રાજભવન રવાના થયાં પૂર્વે ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, ''હું જાણું છું કે, આ એક ખોટો દોષારોપણ છે પરંતુ જ્યાં સુધી મારા પર લગાડેલા આરોપો સ્પષ્ટ નહી થાય ત્યાં સુધી મારા માટે આ પદ પર બનેલા રહેવું ઉચિત નથી. આ મારા ચરિત્ર પર કલંક છે.''
મુખ્યમંત્રી દ્વારા વિધાનસભામાં આપવામાં આવેલા નિવેદનથી તેમની પાર્ટીના ધારાસભ્ય અને મંત્રી આશ્વર્યચક્તિ થઈ ગયાં હતાં. ઉમરે કહ્યું કે, '' ગૃહ વિભાગની કોઈ તપાસથી મદદ નહી મળે ત્યા સુધી હું ખુદને નિર્દોષ સાબિત કરવામાં સક્ષમ છું. હું રાજ્યપાલને મારુ રાજીનામું સોંપવા જઈ રહ્યો છું.'' પાર્ટી ધારાસભ્યો અને મંત્રીઓએ ઉમરને રોકવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે, તે રાજીનામું ન આપે અને પાર્ટી તેનું રાજીનામું મંજૂર નહીં કરે.
આખરે તેમણે રાજ્યપાલ ભવને જઈને પોતાનું રાજીનામૂ સુપરત કરી દીધું હતું. જોકે રાજ્યપાલે તેમના રાજીનામાનો અસ્વિકાર કરતા તેમને તેમનું રાજીનામુ પાછું આપ્યુ છે.