એક સ્થાનીય કોર્ટે પોલીસને આઈટમ ગર્લ રાખી સાવંત, અભિનેતા રવિ કિશન અને એનડીટીવી ઈમેજિન ટીવી ચેનલના અધિકારીઓ સહિત છ લોકો પર કોપીરાઈટના કથિત ઉલ્લંઘન માટે એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો છે.
અત્રેના એક લેખક ગૌરવ તિવારીએ ટીવી ચેનલ પર પ્રસારિત 'રાખી કા સ્વયંવર' શો પર તેમનો આઈડિયો (વિચાર) ચોરવાનો આરોપ લગાવ્યો છે.
શ્રી તિવારીએ કોર્ટમાં કહ્યું કે, સ્વયંવર દ્વારા લગ્ન કરનારી અવધારણાનું તેમણે 2008 માં કોપીરાઈટ કરાવ્યું હતું જે તેમના પોર્ટલ પર મોજૂદ છે. કોર્ટે અરજી પર કરણી નગર પોલીસ સ્ટેશનને આ સંબંધમાં કેસ દાખલ કરવા માટે કહ્યું છે.