'રાખી કા સ્વયંવર' માં કેનેડાના પ્રવાસી ભારતીયે બાજી મારી
મુંબઈ, સોમ, 3 ઓગસ્ટ 2009( 17:06 IST )
ND
N.D
ભારતીય ટેલીવિઝનના ઈતિહાસમાં પ્રથમ અને એક અનોખી ઘટનામાં રવિવારે રાત્રે ફિલ્મ અભિનેત્રી રાખી સાવંતે રિયલિટી શો 'રાખી કા સ્વયંવર' માં કેનેડાના પ્રવાસી ભારતીય ઈલેશ પારુજોનવાલાને પોતાનો જીવનસાથી પસંદ કર્યો છે.
રાખીને દિલ્લીના માનસ કાત્યાલ, ક્ષિતિજ જૈન અને એલેશમાંથી કોઈ એકને પોતાનો જીવનસાથી ચૂંટવાનો હતો અને તેણે ઈલેશના ગળામાં વરમાળા પહેરાવી.
રાખીએ કહ્યું કે, શો માં વરરાજો બનવાના સ્વપ્નો લઈને આવેલા તમામ સોળ યુવકો સારા હતાં પરંતુ ઈલેશ સૌથી સારો હતો અને તેનામાં તમામ ગુણ છે.
રાખીએ કહ્યું કે, તે આજે પણ લગ્ન કરી શકે છે પરંતુ ઈલેશને થોડો સમય જોઈએ છે. ત્યાર બાદ રાખી અને ઈલેશે એક બીજાને વીંટી પહેરાવીને સગાઈ કરી લીધી અને કેક પણ કાપી.