જસવંત સિહની હકાલપટ્ટીને યોગ્ય ઠેરાવતા ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહે આજે કહ્યું કે, પાર્ટી મોહમ્મદ અલી ઝીણાનો પક્ષ લેનારા તમામ સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરશે જેના સિદ્ધાતોનું ભાજપ વિરોધી છે.
સિંહે કહ્યું કે, જો કોઈ અમારા દેશના વિભાજન અને ત્યાર બાદ સર્જાયેલી તમામ ભયંકર ઘટનાઓ માટે જવાબદાર મોહમ્મદ અલી ઝીણાની પ્રશંસા કરવાની હિમ્મત કરે છે તો તેની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. કાર્યકર્તાઓના એક સમ્મેલનમાં ભગવા પક્ષના આ નેતાએ કહ્યું કે, તેમની પાર્ટીના પાકિસ્તાનના સંસ્થાપક સાથે વિચારધારાથી જોડાયેલા મતભેદ છે.
ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ વિદેશ મંત્રી જસવંત સિંહની ઝીણા ઈંડિયા, ઈંડિપેંડેસ, પાર્ટિશન પુસ્તક આવ્યાં બાદ તેમને પાર્ટીથી તાજેતરમાં બરખાસ્ત કરી દેવામાં આવ્યાં હતાં. હરિયાણામાં 13 ઓક્ટોબરના રોજ વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. સિંહે રાજ્ય અને કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર કીમતોમાં વૃદ્ધિ નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો.
તેમણે આરોપ લગાવ્યો કે, જ્યારે તમામ કેન્દ્રમાં કોંગ્રેસ શાસીત સરકાર બને છે તો જરૂરી વસ્તુઓના ભાવ વધી જાય છે. સિંહે દાવો કર્યો કે, રાજગ સરકારે 1998 થી 2004 વચ્ચે પોતાના શાસનકાળ દરમિયાન કિમતોની વૃદ્ધિને રોકી હતી.