સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » રાષ્ટ્ર્પતિ પ્રતિભા તાજિકિસ્તાન પહોંચી
 

રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ આજે સરકારી યાત્રા પર અહીં પહોંચી અને આ દરમિયાન તે આતંકવાદથી લડવાના ઉપાયો સહિત વિભિન્ન મુદ્દાઓ પર તાજિક નેતૃત્વથી વાતચીત કરશે અને દેશના સ્વતંત્રતા દિવસ સમારોહમાં ભાગ લેશે.

તાજિકિસ્તાનના વડાપ્રધાન અકીલ અકિલોવે તેમની આગેવાની માટે અહીં પહોંચ્યા અને તેમનું સમારોહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. પ્રતિભા આ મધ્ય એશિયાઈ દેશનો પ્રવાસ કરનારી પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ છે. યાત્રા દરમિયાન તે તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઈમામાલી રખમાન, વડાપ્રધાન અને સંસદના નીચલા સદનના સ્પીકર સાદુલો ખેરુલાયેવથી મુલાકાત કરશે.

રાષ્ટ્રપતિ તાજિક નેતૃત્વ સાથે દ્રિપક્ષીય સંબંધો સિવાય ક્ષેત્ર અને વિશ્વના ઘટનાક્રમો વિષે વાતચીત કરશે જેથા રાજનીતિક, આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સંબંધ મજબૂત કરી શકાય.

પ્રતિભાની યાત્રા દરમિયાન કોઈ દ્રિપક્ષીય દસ્તાવેજ પર હસ્તાક્ષર થવાની સંભાવના નથી.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો