સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » આરૂષિ કેસમાં સીબીઆઈ રિપોર્ટ દાખલ કરશે
 

કેંદ્રીય તપાસ બ્યૂરો બહુચર્ચિત આરુષિ હેમરાજ બેવડા હત્યાકાંડમાં તપાસની પ્રગતિને લઈને આ માસે સુપ્રીમ કોર્ટમાં સ્થિતિનો રિપોર્ટ દાખલ કરશે. ઉલ્લેખનીય છે કે, ડીપીએસ નોએડામાં નવમાં ધોરણની વિદ્યાર્થિની આરુષિ અને તેનો નોકર ગત વર્ષે મે માસમાં તેમના નિવાસસ્થાને મૃત મળી આવ્યાં હતાં.

તપાસમાં નોએડા પોલીસની લીપાપોતીના આરોપો બાદ આ મામલો સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો હતો પરંતુ 90 દિવસના નિર્ધારિત સમયગાળામાં સીબીઆઈના આરોપ પત્ર દાખલ કરવામાં ન આવવાને કારણે આરુષિના પિતા રાજેશ તલવાર સહિત તમામ આરોપી જામીન પર મુક્ત થઈ ગયાં હતાં. રાજેશ સિવાય તેનો નોકર કૃષ્ણા, રાજકુમાર અને વિજય મંડળ પણ આ કેસના આરોપી છે.

આ કેસનો તાજો ખુલાસો એ થયો છે કે, ફોરેંસિક તપાસ માટે મોકલવામાં આવેલા ડીએનએ અને અન્ય નમૂના આરૂષિના ન હતાં અને બદલી દેવામાં આવ્યાં હતાં. આરૂષિનું ડીએનએ તેના માતા-પિતા સાથે મેળ ખાઈ રહ્યું નથી. તપાસ સ્તર પર સીબીઆઈ હજુ નિષ્ક્રિય છે અને પૂરી તપાસ ટુકડીને બદલવામાં આવવાની સંભાવના છે.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો