રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે તેમનુ સંગઠન કોઈ પણ રાજનીતિક પાર્ટીનો વિરોધ નથી કરતો અને ન તો એ રાષ્ટ્રીય રાજનીતિમાં હસ્તક્ષેપ કરવા માંગે છે.
શહેરના બે દિવસીય મુલાકતે આવેલ ભાગવતે એક જનસમૂહને કહ્યુ કે એક પ્રકારે બધી પાર્ટીઓ અમારી છે અને બીજી રીતે જોવા જઈએ તો તેમની સાથે અમારો કોઈ સંબંધ નથી. અમને રાજનીતિમાં રસ નથી અમે દરેક પાર્ટીની વાત અને મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરીએ છીએ.
ભાગવતે આ ટિપ્પણી ભાજપામાં ચાલી રહેલ સંકટને લઈને આ ભગવા પાર્ટીઓના નેતાઓની સાથે તાજેતરમાં થયેલ ઉચ્ચસ્તરીય વાતચીત પછી કરી છે.
તેમણે કહ્યુ સંઘ કોઈ પણ પાર્ટી કે વ્યક્તિની વિરુધ્ધ નથી. જે લોકો કોઈ સલાહ લેવા માંગે છે તેમની મદદ કરવા અમે તૈયાર છીએ. જ્યારે સમાજ જ સૂઈ રહ્યો હોય તો રાજનીતિ પર આક્ષેપ નથી લગાવી શકાતો. રાજનીતિના હાથે તકલીફ સહેવી સમાજની ભૂલ છે.
ભાગવતે અહી સંધના કાર્યકર્તાઓની પણ મુલાકાત લીધી. તેમની સાથે પ્રદેશભરમાં તંત્રને વિસ્તાર આપવા સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.
સૂત્રોએ જણાવ્યુ કે બેઠક ચાર કલાક સુધી ચાલી, જેમા ગુજરાતની બે દિવસીય યાત્રા માટે રવિવારે અહીં પહોંચેલા આરએસએસ પ્રમુખે સંઘનુ તંત્ર વધારવા અને રાજ્યમાં આધાર મજબૂત કરવાની રીતો વિશે ચર્ચા કરી. ભાગવત સંઘના પ્રમુખ બન્યા પછી તેમની આ પ્રથમ ગુજરાત-યાત્રા છે.