કેન્દ્રએ જાહેરાત કરી છે કે, રેલવેમાં નિયુક્તિના ઈચ્છુક હવે ઉર્દુ સહિત ક્ષેત્રીય ભાષાઓમાં નિમણૂકની પરીક્ષાઓ આપી શકશે. રેલ મંત્રી મમતા બેનર્જીએ અહીં તૃણમૂલ કોંગ્રેસ તરફથી આયોજિત એક ઈફ્તાર પાર્ટીમાં કહ્યું, અત્યાર સુધી રેલવે માટે નિમણૂક પરીક્ષાઓ માત્ર હિન્દી અને અંગ્રેજીમાં યોજાતી હતી.
હવેથી પરીક્ષાઓ ઉર્દૂ સહિત તમામ ક્ષેત્રીય ભાષાઓમાં આપી શકાશે. બેનર્જીએ એમ પણ કહ્યું કે, 12 સપ્ટેમ્બરથી સિયાલદા અને અજમેર શરીફ વચ્ચે રોજ એક્સપ્રેસ ટ્રેન ચાલશે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રેલવેની પરીક્ષાઓમાં આ સુવિધા ન હોવાથી સ્થાનીય લોકોને પ્રશ્ન પત્ર હલ કરવામાં ઘણો સમય ગુમાવવો પડતો હતો. અત્રે જણાવાનું કે, કેન્દ્રીય રેલ મંત્રી મમતા બેનર્જીની આ જાહેરાતથી સ્થાનીય લોકો ઘણા ખુશ છે.