સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » અડવાણી 8 નવેમ્બરે રાજનીતિ છોડશે ?
 

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા રાજનીતિને અલવિદા કહેવાની ચર્ચાઓમાં હવે એમ કહેવામાં આવ્યું છે કે, તે 8 નવેમ્બરના રોજ આ પગલું ભરી શકે છે. આ દિવસે અડવાણીનો જન્મદિવસ છે.

આ દિવસને યાદગાર બનાવવા માટે અડવાણી તેનો ઉપયોગ રાજનીતિને અલવિદા કહેવાનું કરી શકે છે.

આ વિષે ભાજપ અને સંઘ નેતાઓનું કહેવું છે કે, અડવાણી ભલે જ સક્રિય રાજનીતિમાંથે સન્યાસ લઈ લે પરંતુ તેમના અનુભવોનો લાભ કોઈ ન કોઈ રીતે દેશને મળતો રહેશે. અડવાણીના કદ અને તેમના યોગદાનને જોતા સંઘ આ વિષે સ્પષ્ટ કરી ચૂક્યું છે કે, પોતાની જવાબદારીઓથી મુક્ત થવાનો નિર્ણય સ્વયં અડવાણી જ કરશે.
સંબંધિત જાણકારી શોધો