સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » નીતીશ કુમારને માઓવાદીઓની ધમકી
 

પ્રતિબંધિત સંગઠન ભાકપા માઓવાદીના કથિત સભ્યએ મોબાઈલ ફોન પર એસએમએસ મોકલીને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

રાજ્યના ગૃહ સચિવ આમિર સુબહાનીએ જણાવ્યું કે, એક ખાનગી ટીવી ન્યૂજ ચેનલના એક પત્રકારના મોબાઇલ ફોન પર ડબ્લૂ નામના કથિત નક્સલીએ મોબાઇલ ફોનથી ઉપરોક્ત એસએમએસ મોકલ્યો છે.

એસએમએસમાં લખ્યું છે કે, તમારા પ્રાણ ખતરામાં છે જો બચવા ઈચ્છતા હોય તો અમારા બે નેતા રવિજી અને વિરેનસિંહને જેલમાંથી મુક્ત કરી દો.

સુબહાનીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને રાજ્યના પોલિસ મહાનિદેશક આનંદ શંકર અને પોલિસ મહાનિરીક્ષક (અભિયાન) એસકે ભારદ્વાજે સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે.
સંબંધિત જાણકારી શોધો