સરકારે આજે પોતાના મહત્વાકાંક્ષી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી કાયદાનું નામ બદલીને મહાત્મા ગાઁધીના નામ પર કરવાની જાહેરાત કરી છે.
પંચાયતી રાજ સંસ્થાઓના પચાસ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે વિજ્ઞાન ભવનમાં આયોજિત સમારોહમાં વડાપ્રધાને યુપીએ સરકારના બહુચર્ચિત રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી કાયદાનું નામ બદલવાની જાહેરાત કરતા કહ્યું કે, મંત્રીમંડળે નરેગાનું નામ મહાત્મા ગાઁધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી કાયદો રાખવામાં આવવાનો નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું કે, મહાત્મા ગાઁધી ગ્રામ સ્વરાજને ઘણું પ્રાધાન્ય આપે છે. નરેગાને તેના નામ પર રાખવામાં આવવું તેમને શ્રદ્ધાંજલિ આપવાનો અમારો નાનો અમથો પ્રયાસ છે. આ પ્રસંગે યુપીએની અધ્યક્ષ સોનિયા ગાઁધી અને કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી સીપી જોશી પણ હાજર હતાં.