સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » માઓવાદના નાશ માટે કેન્દ્ર પ્રતિબધ્ધ - ચિંદબરમ
 

બિહારમાં માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલ તાજેતરના નરસંહારની નિંદા કરતા ગૃહમંત્રી પી. ચિંદબરમે આજે નક્સલવાદને ઉખાડીને ફેંકવા માટે રાજ્ય સરકારોને કેન્દ્રના સમર્થનનો સંકલ્પ વ્યક્ત કર્યો.

બિહારના ખગડિયા જિલ્લામાં મધ્યરાત સુધી નક્સલી હુમલાનો ઉલ્લેખ કરતા ચિંદબરમે કહ્યુ કે નક્સલવાદ દેશના ઘણા ભાગોમાં પ્રગતિ પર અસર નાખી રહ્યો છે.

આ હુમલામાં માઓવાદીઓએ 16 ગ્રામીણોને મારી નાખ્યા.

ચિંદબરમે અહી એક જનસભામાં કહ્યુ કે બિહાર, ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં વિકાસ પર નક્સલવાદની ખરાબ અસર પડી રહી છે. પશ્ચિમ બંગાળ પણ નક્સલ હિંસાનો શિકાર છે અને આ કારણે રાજ્ય ઔધોગિક રૂપથી પાછળ છે.

તેમણે કહ્યુ કે માઓવાદીનો નાશ કરવા કેન્દ્ર રાજ્યોને દરેક સંભવ મદદ પુરી પાડશે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: માઓવાદ, ચિંદબરમ