નૌકા ત્રાસદીમાં જીવતા બચેલા લોકો દ્વાર સુરક્ષા વ્યવસ્થાની ઉણપને દુર્ઘટનાનુ કારણ બતાવ્યા પછી કેરલ સરકારે આજે થેકાડીમાં બોટિગ પર રોક લગાવી દીધી. આ નૌકા દુર્ઘટનામાં 41 લોકો માર્યા ગયા છે.
મુખ્યમંત્રી વીએસ અચ્યુતાનંદે કહ્યુ કે દુર્ઘટનાના બધા પહેલુઓ અને સુરક્ષા વ્યવસ્થામાં કમીની ફરિયાદનો ન્યાયિક તપાસમાં સમાવેશ થશે. તમિલનાડુના થેનીના એક હોસ્પિટલામં સારવાર કરાવી રહેલ ચાલલ વિક્ટર સૈમુઅલે પર્યટકોના એક દળ પર આ દુર્ઘટનાનો અરોપ લગાવતા કહ્યુ કે એ લોકો નૌકાના એક તરફ જતા રહ્યા હતા. જેનાથી સંતુલન બગડી ગયુ.
ઘાયલોને જોયા પછી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી મુલાપ્પી રામાચંદ્રને જણાવ્યુ કેન્દ્ર કેરલમાં રાષ્ટ્રીય વિપદા કાર્યવાહી બળ સ્થાપિત કરવાનો વિચાર કરી રહ્યા છે. આ દક્ષિણ ભારતમાં અત્યાર સુધી ફક્ત તમિલનાડુમાં છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને પાંચ-પાચ લાખ રૂપિયાનુ વળતર આપવાની જાહેરાત કરી છે.