સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » શાઈની આહુજા આજે છુટે તેવી શક્યતા
 

નોકરાણી સાથે બળાત્કારના આરોપમાં જેલની સજા કાપી રહેલ અભિનેતા શાઈની આહુજા આજે છુટો થએ શકે છે. બોમ્બે હાઈકોર્ટના શાઈનીની જામીન આપ્યા પછી આજે તેણે છોડવાની શક્યતા છે.

કોર્ટે શાઈની આહુજાને એ શરત પર જામીન આપી દીધી હતી કે તેણે કોર્ટમાં 50 હજાર રૂપિયા જમા કરાવવા પડશે. સાથે જ આ દરમિયાન તેણે મુંબઈમાં રહેવાની મંજૂરી નહી મળે.

શાઈનીને તેનો પાસપોર્ટ પર જમા કરવવાનુ કહેવામાં આવ્યુ છે. શાઈનીએ જમાનત મળ્યા પછી તેનો પરિવાર જરૂરી દસ્તાવેજ કોર્ટમાં જમા નહોતા કરાવ્યા, જેના કારણે તેને જેલમાં રહેવુ પડ્યુ.

એવી આશા છે કે આજે તેનો પરિવાર બધા જરૂરી કાગળો કોર્ટમાં જમા કરાવી દેશે, જ્યાર પછી શાઈની જેલમાંથી છુટો થઈ જશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે શાઈની આહુજા હાલ આર્થર રોડ જેલમાં છે.
સંબંધિત જાણકારી શોધો