કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને લીધે અત્યાર સુધી લગભગ 171 લોકોનાં મોત થયાં છે. હજારો લોકો બેઘર થઈ ગયાં છે અને સૌથી વધારે અસર પડી છે કર્ણાટક પર જ્યાં પુરને લીધે 11 જીલ્લાઓ પ્રભાવિત થયા છે. અહીંયા ઓછામાં ઓછા 141 લોકોનાં મૃત્યુંના સમાચાર મળેલ છે.
બીજી બાજુ આંધ્રપ્રદેશના કેટલાયે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. અહીંયા અધિકારીક રીતે માત્ર 30 લોકોનાં મૃત્યુંના સમાચાર મળ્યાં છે પરંતુ સરકારી અનુમાન કરતાં વધારે સંખ્યામાં લોકોનો મૃતકાંક હોઈ શકે છે.
બંને રાજ્યમાં સેંકડો લોકો હજી પણ ઘણી જગ્યાએ ફસાયેલા છે. રાહત કાર્ય માટે સેનાના આઠ હેલિકોપ્ટર લાગેલા છે. બંને રાજ્યોની અંદર રાહત કાર્યને ઝડપથી ચલાવવામાં આવી રહ્યું છે.