સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » શાઈની આહુઝા આજે દિલ્હી પહોચશે
 

પોતાની નોકરાણી સાથે બળાત્કાર કરવાના આરોપની સજા ભોગવી રહેલ અભિનેતા શાઈની આહુજા જેલમાંથી છુટ્યા બાદ આજે દિલ્હી પહોચશે. શાઈની આહુજાને સાડા ત્રણ મહિના મુંબઈની આર્થર રોડ જેલમાં પસાર કરવા પડ્યાં.

અદાલતની શરતને અનુસાર જેલમાંથી મુક્ત થયા બાદ શાઈનીને મુંબઈથી બહાર રહેવું પડશે. બોમ્બે હાઈકોર્ટે બે દિવસ પહેલા શાઈનીને 50 હજાર રૂપિયાની ખાનગી જમાનત આપી દિધી હતી. પરંતુ બધી જ ઔપચારિકતા પુર્ણ થયા બાદ તે શનિવારે મુક્ત થઈ શક્યાં.

અદાલતે શાઈનીનો પાસપોર્ટ જમા કરવવાના આદેશ આપ્યાં છે અને કોઈ પણ સબુત સાથે છેડછાડ ન કરવા કહ્યું છે. સાથે સાથે પોતાના કેસની સુનવણી દરમિયાન શાઈનીને મુંબઈ આવવું પડશે જ્યારે કે ત્યાર પછી તેને દિલ્હીમાં પોતાના આવાસ સ્થાન પર જ રહેવું પડશે.
સંબંધિત જાણકારી શોધો